ગણતરીના દિવસોમાં ખુનના મુખ્ય આરોપી સહિત બીજા ૦૪ આરોપીઓને શોધી કાઢતી ભચાઉ પોલીસ
location_on
Story by karishma mani 9979160097
access_time
16-Jul-21, 05:51 PM
👁 81 | toll 34
પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ , ભુજ - કચ્છ તથા પોલીસ અધિક્ષકશ્રી મયુર પાટીલ સાહેબ પુર્વ કચ્છ , ગાંધીધામ તરફથી સુચના મળતા તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી કે.જી.ઝાલા સાહેબનાઓ તરફથી ભચાઉ પોલીસ સ્ટેશનને નોંધાયેલ ગુ.ર.નં. ૨૧૪/૨૦૨૧ ઈ.પી.કો કલમ ૩૦૨ , ૧૪૩ , ૧૪૭ , ૧૪૮ , ૩૨૩ , ૩૨૪ , ૩૨૫ , ૪૨૭ તથા જી.પી.એક્ટ કલમ ૧૩ પ મુજબનો ગુનો કરમરીયા ગામ તા.ભચાઉ ખાતે બનતા આરોપીઓને સત્વરે પકડવા માર્ગદર્શન મળતા પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી જી .એલ.ચૌધરી તથા સર્વેલન્સ સ્ટાફની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓ બાબતે હ્યુમન રિસોર્સ તથા ટેક્નીકલ સર્વેલન્સનો ઉપયોગ કરી ગત નાઈટ પેટ્રોલીંગ દરમ્યાન કલાક ૨૩/૧૦ વાગ્યે મુખ્ય આરોપી તથા એક સહ આરોપી કોર્ટ રોડ ભચાઉ બાયપાસ રોડ પરથી તેમજ આજરોજ તપાસ ટીમ દ્વારા કલાક ૧૫/૧૫ વાગ્યે કરમરીયા ગામના સીમ વિસ્તાર રોડ પર નાકાબંધી કરી ૦૩ સહ આરોપીઓ રાઉન્ડઅપ કરી કોરોના ગાઈડ લાઈનની અમલવારી કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે . પકડાયેલ આરોપી ( ૧ ) શંકરભાઈ ડાયાભાઈ છાંગા ( આહિર ) રહે . કરમરીયા તા.ભચાઉ ( ૨ ) વાઘજીભાઈ ડાયાભાઈ છાંગા ( આહિર ) રહે . કરમરીયા તા.ભચાઉ ( ૩ ) રામજીભાઈ ડાયાભાઈ છાંગા ( આહિર ) રહે . કરમરીયા તા.ભચાઉ ( ૪ ) વાઘજીભાઈ ગણેશભાઈ છાંગા ( આહિર ) રહે . કરમરીયા તા.ભચાઉ ( ૫ ) દેવજીભાઈ ગણેશભાઈ છાંગા ( આહિર ) રહે . કરમરીયા તા.ભચાઉ⁶