place Current Pin : 822114
Loading...


રાપર સબ જેલ માંથી ભાગી ગયેલ આરોપીને ગણતરી ના કલાકોમાં ઝડપી પાડતી રાપર

location_on Story by karishma mani 9979160097 adipir kutch gujrat access_time 09-Jul-21, 11:36 PM

👁 81 | toll 33



1 -4.0 star
Public

રાપર પો.સ્ટે.ગુ.ર.નં ૧૧૯૯૩૦૧૦૨૧૦૨૮૩/૨૦૨૧ ઇ.પી.કો કલમ ૩૮૪ ૪૨૭ ૨૯૪(ખ) તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબના ગુના કામે નો આરોપી કુલદીપસિંહ ભીમભા સોઢા ઉવ ૨૦ રહે.ડાવરી તા.રાપર વાળો આજ રોજ તા.૦૯/૦૭/૨૦૨૧ ના ક.૧૦/૩૦ વાગ્યાના અરસામાં રાપર સબ જેલ માંથી ભાગી ગયેલ હોઇ જે આરોપીને ઝડપી પાડવા મહે.પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ શ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી મયુર પાટીલ સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામનાઓની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી કે.જી.ઝાલા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાઓના માર્ગદર્શન હેઠળ રાપર પો.સ્ટે.ના પોલીસ માણસો ની અલગ અલગ ટીમો બનાવી આરોપીની તપાસ વોચમાં હતા દરમ્યાન રાપર ઇન્ચા પોલીસ ઇન્સ.જે.એચ.ગઢવીનાઓને મળેલ ખાનગી હકીકત આધારે આ કામે ના આરોપી કુલદીપસિંહ ભીમભા સોઢા ને સઇ ગામના સીમ વિસ્તાર માંથી ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવેલ છે. આરોપીઃ– કુલદીપસિંહ ભીમભા સોઢા રહે–ડાવરી તા.રાપર આરોપી વિરૂધ્ધ નોધાયેલ ગુનાઓ ઃ– (૧) રાપર પો.સ્ટે.ગુ.ર.નં ૧૧૯૯૩૦૧૦૨૧૦૨૮૩/૨૦૨૧ ઇ.પી.કો કલમ ૩૮૪ ૪૨૭ ૨૯૪(ખ) (૨) રાપર પો.સ્ટે.ગુ.ર.નં ૧૧૯૯૩૦૧૦૨૧૦૨૮૬/૨૦૨૧ વિ.મુજબ ઇ.પી.કો કલમ ૨૨૪ મુજબ ઉપરોકત કામગીરીમા રાપર પો.સ્ટે.ના ઇન્ચા.પો.ઇન્સ.જે.એચ.ગઢવી તથા સ્ટાફના પોલીસ હે.કોન્સ પ્રતાપસિંહ જેઠવા પોલીસ કોન્સ.મુકેશભાઇ ચાવડા, નરેશભાઇ ઠાકોર,મહેશભાઇ પટેલ, પ્રવિણભાઇ હડિયોલ ભાવુભા સોઢા કિરણ બારોટ વિગેરેનાઓ સાથે રહીને કામગીરી કરેલ છે.




Post News & Earn


गूगल प्ले से डाउनलोड करने के लिए यहाँ क्लिक करें। Get it on Google Play