આજરોજ મુન્દ્રા તાલુકાના દેસલપર કંઠી મધ્યે માનનીય કેબિનેટ મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ અને રાજ્ય કક્ષાના મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાના સહયોગથી નવનિર્મિત જેટકો 66 કે.વી. સબ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું.
આ પ્રસંગે માંડવીના ધારાસભ્યશ્રી વીરેન્દ્રસિંહ જાડેજા, કલેકટર શ્રી પ્રવીણા ડિકે, જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન શ્રી મહેન્દ્રભાઇ ગઢવી, નગરપાલિકા પ્રમુખ શ્રી કિશોરસિંહ, કારોબારી ચેરમેન શ્રી ડાયાભાઈ આહિર, ગેટકો ના અધિકારી શ્રીઓ, શ્રી ગોપાલ માતા, મુન્દ્રા તાલુકા ભાજપ ના પદાધિકારી શ્રીઓ તેમજ નગરજનો ઉપસ્થીત રહ્યા હતા.