place Current Pin : 822114
Loading...


અંજાર પોલીસે બાયો ડીઝલના જથ્થો સાથે એક શખ્સને પકડી પડ્યો.

location_on Adipur kutch gujrat story by karishma mani access_time 07-Jul-21, 11:53 PM

👁 79 | toll 31



1 -4.0 star
Public

Skip to content બાયો ડીઝલનો ગેર કાયદેસર રીતે સંગ્રહ / વેચાણ કરતા શખ્સો વિરુધ્ધ કાયદેસર કાર્યવાહિ કરવા સૂચનાઓ આપવામાં આવેલી સૂચના મુજબ અંજારના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન.રાણાને ખાનગી રાહે બાતમી મળેલી કે અંજાર તાલુકાના વરસાણા ગામના સર્વે નં .૬૦ મા આવેલ સ્ટોરેજ ગોડાઉન નં -૪ મા બાયો ડીઝલ ભરેલ છે તેવી હકીકત આધારે પોલીસ સ્ટાફના માણસો સાથે રેઇડ કરતા સદર બાતમીવાળી જગ્યાએ એક ટેન્કર નંબર GJ - 12 AI - 4944 વાળા ટેન્કરમાં આશરે ૧૨૦૦ લીટર બાયોડીઝલ / બેઝ ઓઇલ ભરેલ જોવામાં આવેલ તથા ટેન્કરની સાઇડમાં બાયો ડીઝલ / બેઝ ઓઇલની માપણી માટેનો ઇલેક્ટ્રીક પંપ જોઇન્ટ કરેલ જે ગેર કાયદેસર રીતે મળી આવતા આ બાબતે મામલતદાર અંજારને જાણ કરી આગળની કાર્યવાહિ હાથ ધરવામા આવેલ છે .પકડાયેલ શખ્સ સુશીલ દેવીદયાલ ગોયલ રહે.મેઘપર બોરીચી તા.અંજાર સીઝ કરેલ મુદામાલ : ( ૧ ) બાયો ડીઝલ લીટર -૧૨૦૦ કિ.રૂ .૭૨,૦૦૦ / ( ૨ ) ટેન્કર નંબર GJ - 12 Al - 4944 કિ.રૂ .૫,૦૦,૦૦૦ / ( ૩ ) ફ્યુલ ભરવા માટેનો ઇલેક્ટ્રીક નોઝલ પંપ- કિ.રૂ .૨૫,૦૦૦ / એમ કુલ્લે મુદ્દામાલ કિ.રૂ .૫,૯૭,૦૦૦ / આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન.રાણા સાથે અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહેલ હતા .




Post News & Earn


गूगल प्ले से डाउनलोड करने के लिए यहाँ क्लिक करें। Get it on Google Play