place Current Pin : 822114
Loading...


કંડલા દિન દયાળ પોર્ટ ખાતેના નંબર 9 પરના બર્થમાં ચાલી રહેલી કાર્ગો હેન્ડલિંગની કામગીરી દરમ્યાન ક્રેનમાં મોટી આગ લાગી ઉઠી હતી

location_on Story by karishma mani adipur kutch 9979160097 access_time 24-Jun-21, 03:14 PM

👁 95 | toll 33



1 -4.0 star
Public

ગાંધીધામ તાલુકાના કંડલા ખાતેના દિનદયાળ પોર્ટમાં ગત મોડી રાત્રે કાર્ગો હેન્ડલિંગની કામગીરી દરમ્યાન ક્રેનની કેબિનમાં ભયંકર આગ લાગી ઉઠી હતી. ફાયર ફાઈટરની સમયસરની કાર્યવાહીથી આગ પર કાબૂ મેળવી લેવાયો હતો. સદભાગ્યે જાનહાનિ કે અન્ય કોઈ અઘટિત બનાવ ટળ્યો હતો. કંડલા દિન દયાળ પોર્ટ ખાતેના નંબર 9 પરના બર્થમાં ચાલી રહેલી કાર્ગો હેન્ડલિંગની કામગીરી દરમ્યાન ક્રેનમાં મોટી આગ લાગી ઉઠી હતી. આગના પગલે આસપાસના લોકોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. ઘટનાની જાણ ફાયર વિભાગને થતા તુરંત ઘટનાસ્થળે પહોંચી આવીને ક્રેનની કેબીન તરફ પાણીનો મારો ચલાવી આગને અડધો કલાકની જહેમત બાદ કાબુમાં મેળવી લીધી હતી. જેના પગલે બંદર પર ઉપસ્થિત કર્મચારીઓ અને અન્ય લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. બનાવ ગત મોડી રાત્રે બન્યો હતો જેમાં કંડલા પોર્ટની કાર્ગો હેન્ડલિંગ કરતી એ.વી. જોશી કંપની મોબાઈલ ક્રેન દ્વારા ઓપરેટીગ થતુ હતુ. ત્યારે રાતના 1.30ના સમયે કેબીનમાં આગ લાગી હતી, આ સમયે ફાયર ફાઈટર સ્થળ પર દોડી આવ્યા હતા , અને પ્રેશરથી પાણી મારવાની શરુઆત કરી હતી. અને આગને કાબુમાં કરી હોવાનું દિન દયાળ ટ્રસ્ટના પ્રવક્તા ઓમપ્રકાશ દાદલાણીએ કહ્યું હતું. તો એક તબક્કે કેટ્લાક લોકો ક્રેન ઉપર ફસાઈ ગયા હતા તેમને ફાયર સેફટીના જવાનોએ બચાવી લીધા હતા. આગ પર અડધાથી પોણો કલાકમા કાબુ મેળવાયો હોવાનું પપુભાઇ અસ્થાએ જણાવ્યું હતું. Story by karishma mani tahelka news reporter kutch district 9979160097




Post News & Earn


गूगल प्ले से डाउनलोड करने के लिए यहाँ क्लिक करें। Get it on Google Play