ગાંધીધામ વિસ્તારમાં થોડા વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયા ગાંધીધામ નગરપાલિકા દ્વારા વિકાસના કામોમાં લાખો ખર્ચ કરવામાં આવે છે પરંતુ માત્ર એક દોઢ ઈંચ વરસાદથી ગાંધીધામ વિસ્તારમાં ઠેર ઠેર પાણી ભરાણા છે જેના લીધે વાહનચાલકોને ખૂબ જ મુશ્કેલી સામનો કરી રહ્યા છે અને અનેક વાહનો ખાડા ખોદેલા ના કારણે વાહનો ફસાયા છે અને પાણીનો કોઈ નિકાલ થતું નથી
વરસાદી.નાળા સફાઈ કરવા માટે લાખો રૂપિયા ખર્ચો કરે છે પરતુ નાળા ની સફાઈ બરોબર કરવામાં આવતી નથી નગરપાલિકાના અગાઉ લેખિતમાં રજૂઆત કરવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ જાતનો ધ્યાન આપવામાં આવતું નથી વિચારણ વિસ્તારો જેવા કે ભારત નગર સુંદરપુરી મહેશ્વરી નગર કાર્ગો ઝુપડપટ્ટી વગેરે વિસ્તારોમાં ખૂબ જ પાણી ભરાઇ ગયેલ છે લોકોના ઘરોમાં પાણી ભરાઇ ગયેલ છે જેનો કોઈ પાણીનો નિકાલ વ્યવસ્થા નથી ગટરની ની સફાઈ કોઈ જાતની કરવામાં આવતી નથી જેથી કરીને વરસાદનુ પાણી નિકાલ થાતું નથી સફાઈ પાછળ ઠેકેદાર ને લાખો રૂપિયા ચૂકવવામાં આવે છે પરંતુ ગટરની સફાઈ કરવામાં આવતી નથી ગટરમાંથી માટી કાઢવામાં આવતી નથી
હજી માત્ર થોડાક વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગઈ છે હજી વરસાદની સીઝન બાકી છે ત્યારે નગરપાલિકા દ્વારા વરસાદી નાળા સફાઈ કરવામાં નહીં તો આગામી દિવસોમાં ગાંધીધામ વિસ્તારની ખૂબ જ પરિસ્થિતિ ગંભીર બનશે
થોડાક વરસાદના કારણે નવા રોડ તૂટી ગયા છે ઠેર ઠેર રોડ ઉપર મોટા મોટા ખાડાઓ પડી ગયા છે જેના લીધે ખાડો માં પાણી ભરાવાના કારણે વાહનચાલકોને ખાડાઓ દેખાતા નથી જેના લીધે વાહન સ્લીપ થાય છે અને લોકોને નાની-મોટી ઇજા પણ થાય છે
નેશનલ હાઈવે ઉપર અનેક દુકાનો માં વરસાદી પાણી ભરાઇ ગયેલ છે દુકાનમાં પાણી ભરાઈ જતાં પોતાનો ધંધો રોજગાર બંધ કરી બેઢા છે
લતીફ ભાઈ ખલીફા મહામંત્રી ગાંધીધામ શહેર કોંગ્રેસ સમિતિ story by karishma.mani tahelka news reporter kutch district 9979160097