બાઇક ચોરીનો ફરીયાદી પોતે જ આરોપી હોવાનો ભેદ ઉકેલતી દુધઈ પોલીસ
location_on
Adopir kutch gujrat story by karishma mani 9979160097
access_time
09-Jul-21, 11:24 PM
👁 82 | toll 30
દુધઈ પોલીસ સ્ટેશન
સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથાલીયા સાહેબ તથા પુર્વ કચ્છ ગાંધીધામ પોલીસ અધિક્ષકશ્રી મયુર પાટીલ સાહેબ નાઓએ મિલ્કત સબંધીત ગુન્હા શોધવા માટે સુચના આપેલ હોઈ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.એસ.વાઘેલા સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓના માર્ગદર્શન હેઠળ તથા સર્કલ પોલીસ ઇન્સ.શ્રી જી.એલ.ચૌધરી સાહેબ અંજાર ની સુચના મુજબ દુધઇ પોલીસ સ્ટેશન ગુ.ર.નં-૧૧૯૯૩૦૧૪૨૧૦૧૭૮/૨૧ ઈ.પી.કો.કલમ ૩૭૯ મુજબના ગુનો તા.૦૧/૦૭/૨૧ ના ક.૨૦/૧૫ વાગ્યે અલારખા હોટલ પાસે આ કામેના ફરીયાદી ધવલભાઇ રમેશભાઇ જાતે સથવારા ઉ.વ.૨૦ રહે.ભુજપર તા.ભચાઉ વાળાએ પોતાની મો.સા.જી.જે.૧૨ ઇ.સી.૮૪૧૪ વાળી રાત્રીના સમયે ચોરી થવા અંગે ફરીયાદ આપેલ હોઈ આ કામે તપાસમા હ્તા તે દરામ્યાનમા ગુના વાળી જગ્યાના સી.સી.ટી.વી ફુટેજ ચેક કરતા હોટલના કમ્પાઉન્ડમા ફરીયાદી મો.સા સાથે ન આવેલ હોવાનુ જણાઇ આવેલ આમ ફરીયાદીની વર્તણૂક પ્રથમથી જ શંકાસ્પદ લાગતા તેની યુકતીપ્રયુકતીથી આગવીઢબે પુછપરછ કરતા પોતે જ પોતાની બાઇક વિમો પકાવવા સંતાડી દઇ ચોરીની ફરીયાદ આપેલ હોવાનુ જણાઇ આવતા ચોરીમા ગયેલ મો.સા. જી.જે.૧૨ ઇ.સી.૮૪૧૪ વાળી બાવળોની ઝાડી માથી કાઢી આપતા આજરોજ તા.૦૯/૦૭/૨૧ ના કલાક ૧૨/૩૦ વાગ્યે ગુના કામે અટક કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી
(૧) ધવલભાઇ રમેશભાઇ જાતે સથવારા ઉ.વ.૨૦ રહે.ભુજપર તા.ભચાઉ
કબ્જે કરેલ મુદ્દામાલ
(૧) હોન્ડા સ્પ્લેન્ડર મો.સા. જી.જે.૧૨ ઇ.સી.૮૪૧૪
કિમત રૂપીયા : ૫૫૦૦૦/
આ કામગીરીમાં પો.સબ.ઈન્સ.શ્રી પી.કે.ગઢવી સાથે સ્ટાફના એ.એસ.આઈ. સરદારસિહ તથા સિધ્ધરાજસિંહ પો.હેડ.કોન્સ ભાવેશભાઈ તથા પો.કોન્સ. રામજીભાઇ તથા રમેશભાઇ તથા કૃષ્ણકુમારસિંહ વિગેરે જોડાયેલ હતા.