place Current Pin : 822114
Loading...


પુર્વ- કચ્છ, ગાંધીધામ જિલ્લામાં કોરોના વાયરસનાં સંક્રમણના કારણે મૃત્યુ પામનાર પોલીસ કર્મચારીને રૂ.૨૫,૦૦,૦૦૦/ સહાય ચુકવણી કરતી જિલ્લા પોલીસ

location_on Story by karishma mani 9979160097 adipur kutch gujrat access_time 08-Jul-21, 04:15 PM

👁 100 | toll 44



1 2.0 star
Public

ગુજરાત સરકાર ગૃહ વિભાગ સચિવાલય ગાંધીનગરનાં ઠરાવની જોગવાઇ મુજબ પોલીસ દળ,હોમગાર્ડ,સીવીલ ડીફેન્સ, તથા જેલતંત્રના અધિકારી/કર્મચારીઓ રાજ્યમાં નોવેલ કોરોના વાયરસ (Covid-19)ના સંક્રમણના કારણે ઉત્પન્ન થયેલ સંજૉગોમાં આવશ્યક સેવાઓના ભાગરૂપે બજાવેલ ફરજો દરમ્યાન સંક્રમીત થયેલ કર્મચારી/અધિકારીના દુઃખદ અવસાનનાં કિસ્સામાં તેઓના આશ્રિત કુંટુંબને રૂ. ૨૫,૦૦,૦૦૦/-(પચ્ચીસ લાખ) ની સહાય આપવાની જે જોગવાઇ થયેલ છે તે મુજબ અત્રેના પુર્વ કચ્છ ગાંધીધામ જિલ્લામાં એમ.ટી. વિભાગમાં ડ્રાયવર તરીકે ફરજ બજાવતા એ.એસ.આઇ. જસવંતગર ચતુરગર ગુસાઇ નાઓનો કોરોના વાયરસ સંક્રમણના કારણે તા.૧૨/૦૪/૨૦૨૧ના રોજ દુઃખદ અવસાન થતા ગૃહ વિભાગના ઠરાવ મુજબ આશ્રિત કુટુંબને સહાયની રક્મ ચુકવવા માટે પોલીસ અધિક્ષકશ્રી પુર્વ કચ્છ ગાંધીધામ તરફથી તાત્કાલીક દરખાસ્ત કરવામાં આવેલ. જે ઉપરથી પોલીસ મહાનિદેશકશ્રી અને મુખ્ય પોલીસ અધિકારીશ્રી ગાંધીનગર તરફથી સહાય મંજુર કરવા હુકમ થતા આજરોજ તા.૦૭/૦૭/૨૦૨૧ ના રોજ એ.એસ.આઇ. સ્વ.જસવંતગર ચતુરગર ગુસાઇના ધર્મપત્નિ જયશ્રીબેન જસવંતગર ગુસાઇને પોલીસ અધિક્ષકશ્રી મયુર પાટીલનાઓએ સન્માનપુર્વક રૂ. ૨૫,૦૦,૦૦૦/- નો ચેક સુપ્રત કરી સહાય ચુકવવામાં આવેલ છે.




Post News & Earn


गूगल प्ले से डाउनलोड करने के लिए यहाँ क्लिक करें। Get it on Google Play